“શરદ પૂર્ણિમા અને ખીર”

“સોળે કળાએ ખીલેલો ચંદ્ર”
શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં પોતાના શ્રીમુખેથી બોલ્યા છે કે,
“પુષ્પાણિ ઔષધીઃ સર્વા: સોમો ભૂત્વા રસાત્મક”
અર્થાત – હું રસાત્મક ચંદ્ર બની પૃથ્વીની તમામ ઔષધીઓનું પોષણ કરું છું.
સૂર્યની કિરણો અને ચંદ્રમાં ની રશ્મિઓમાં અદ્ભૂત રોગનાશક શક્તિ રહેલી છે. ચંદ્રમાનું મનુષ્યનાં મસ્તક પર અને સૂર્યનું મનુષ્યનાં શરીર પર પ્રભાવ પડે છે. શરદ પૂર્ણિમાનાં ચંદ્રની રશ્મિઓ ભૌગોલિક સ્થિતિને કારણે ભારતનાં ભૂ-ભાગ ઉપર વિશેષ પ્રભાવ પાડે છે. એટલા માટે શરદ પૂર્ણિમાની રાત્રીએ દેશી ગાયનાં દૂધ અને ચોખાથી બનાવેલી ખીર બોવ જ લાભકારી છે. શુદ્ધ મિશ્રી અને ઈલાયચી ભેળવીને શુદ્ધ કપડામાં અથવા ચાંદીનાં વાસણમાં રાખીને રાત્રે 9 વાગ્યાં થી મધ્યરાત્રી સુધી ચંદ્રની શીતળ અને આરોગ્યદાયક રશ્મિઓમાં રાખી દયો. મધ્યરાત્રી પછી સહ-પરિવાર સાથે બેસીને પ્રભુનું નામનું સ્મરણ કરતા-કરતા એ ખીરનાં પ્રસાદને આરોગો. આવું કરવાથી તમારી રોગ-પ્રતિકારક શક્તિમાં વધારો થશે અને તમે વર્ષભર નિરોગી રહેશો. ચંદ્રની રશ્મિઓનાં પ્રભાવથી ખીર એક પ્રકારની ઔષધિ જ બની જાય છે. ચાંદીના વાસણમાં આખી રાત ચંદ્રમાની રોશનીમાં ખીર રાખવાથી તેમાં ઔષધીય ગુણો આવી જાય છે. આ ખીરને ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, લોકો સ્વસ્થ રહે છે. અનેક પ્રકારની બીમારીઓથી રાહત મળે છે. ખાસ કરીને માનસિક રોગોમાં, કારણ કે જ્યોતિષ પ્રમાણે ચંદ્ર મનનો કારક છે. આ ખીર દમના રોગીને ખવરાવવામાં આવે તો તેને આરામ મળે છે. આનાથી રોગીને શ્વાસ અને કફના કારણે થનારી તકલીફોમાં ઘટાડો આવે છે અને ઝડપથી સ્વાસ્થ્ય લાભ થાય છે. આ દિવસે ચામડીના રોગો અને આંખની સમસ્યાઓથી પીડાતા દર્દીઓને ચંદ્રના પ્રકાશથી લાભ મળે છે. આ દિવસે તંદુરસ્ત વ્યક્તિ પણ ચંદ્રના પ્રકાશમાં બેસીને અને ખીર ખાવાથી પોતાની રોગપ્રતિકારક શક્તિ અને આઁખોની રોશની વધારી કરી શકે છે. આપણી ત્યાં એવું પણ કહેવાય છે કે, કોઈ ખેડૂત શુક્લપક્ષમાં વાવણી કરે, ખેતરમાં કોઈ બીજ વાવે તો ચંદ્રનાં પ્રભાવથી વાવેલું બીજ સશક્ત થઈને અંકુરિત થાય છે.
આં સિવાય શરદ પૂનમને કોજાગરી લોક્ખી(દેવી લક્ષ્મી)ને પૂજા કરવામાં આવે છ. પૂનમ ભલે ગમે ત્યારે શરૂ થતી હોય પણ પૂજા બપોરે 12 વાગ્યા પછી જ શુભ મુહુર્તમાં થાય છે. પૂજામાં લક્ષ્મીજીની મૂર્તિ ઉપરાંત કળશ, ધૂપ, દુર્વા, કમળનું ફૂલ, હતંકી, ધનસંપત્તિ, આરી(નાનૂ સૂંપડુ)અનાજ, સિંદૂર અને નારિયળના લાડુનું વિશેષરૂપે ચઢાવાય છે.
શ્રીરામકથાકાર – પુનિતબાપૂ હરિયાણી